HOME

મહાત્મા ગાંધીજીની વિચારધારા આધારિત નાટક સ્પર્ધામાં વેરાવળ સરકારી બોયઝ હાઈસ્કુલની ટીમની રાજ્યકક્ષાએ પસંદગી
તાલુકાકક્ષાએ, જિલ્લાકક્ષાએ અને પ્રદેશકક્ષાએ શાળાના બાળ કલાકારોએ અદભૂત કૃત્તિ રજુ કરી
બાળ કલાકારોની સિધ્ધી એ જ ગીર સોમનાથ જિલ્લાનું ગૌરવ
બાળ કલાકારોએ કળાના કામળ પાઠર્યા


ગીર સોમનાથ, તા.-૧૯, મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે સરકારશ્રી દ્રારા ગાંધીજીના વિચારો અને મુલ્યોને નિરૂપણ કરતી નાટય સ્પર્ધાનું રાજ્યભરમાં આયોજન કરાયું હતું. જેના ભાગરૂપે સરકારી બોયઝ હાઈસ્કુલ વેરાવળના વિધાર્થી કલાકારોની ટીમે તાલુકાકક્ષાએ, જિલ્લાકક્ષાએ અને પ્રદેશકક્ષાએ વિજેતા થયા બાદ રાજ્યકક્ષાએ આ શાળાની ટીમની પસંદગી થયેલ છે. બાળ કલાકારોએ તૈયાર કરેલી ગાંધીજીની વિચારધારા પર આધારિત નાટક સ્પર્ધામાં અદભૂત કૃત્તિ રજુ કરી સિધ્ધી મેળવી છે.
ગીર સોમનાથ જિલ્લાની સરકારી બોયઝ હાઈસ્કુલ, વેરાવળના વિધાર્થી કલાકારો અંકીતા ગોહેલ, જયદીપ દેવળીયા, પરેશ બારીયા, નરેશ વાસણ, કૃશાન જોષી, સંધ્યા મકવાણા, મહેશ બામણીયા, ક્રિષ્ના ચાવડા, દિપક ધારેચા, તૃશાલ ભરડવા, યુવરાજ રાઠોડ અને અનિશ રાજભર દ્રારા તા. ૧૦ મી સપ્ટેમ્બર ના રોજ તાલુકાકક્ષાએ નાટક રજુ કરતા તેઓ વિજેતા થયા હતા. તા.૧૫ મી સપ્ટેમ્બર ના રોજ જિલ્લાકક્ષાની સ્પર્ધામાં મહાત્મા ગાંધીજીની વિચારધારા આધારિત નાટક ખુબજ સારી રીતે રજુ કરતા પ્રથમ ક્રમાંકે આ ટીમ વિેજેતા થઈ હતી. ત્યારબાદ તા. ૧૭ મી સપ્ટેમ્બર ના રોજ જૂનાગઢ ખાતે યોજાયેલ પ્રદેશકક્ષાની સ્પર્ધામા પશ્ર્મિ ઝોનના ૯ જિલ્લાઓની ટીમે નાટક રજુ કર્યું હતું. જેમાં સરકારી બોયઝ હાઈસ્કુલ વેરાવળના બાળ કલાકારોએ ગાંધીજીના વિચારો અને મુલ્યે નિરૂપણ કરતા નાટયકૃત્તિ અદભૂત રીતે રજુ કર્યું હતું અને અંતમાં આ શાળાના બાળ કલાકારોની ટીમની ઝોનકક્ષાએ વિજેતા થયા બાદ રાજ્યકક્ષાએ પસંદગી થયેલ છે.
આ શાળાના બાળ કલાકારોની ટીમ તા.૧૯-૦૯-૨૦૧૮ ના રોજ ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાની મહાત્મા ગાંધીજીની વિચારધારા આધારિત નાટક સ્પર્ધામાં ગીર સોમનાથ જિલ્લાનું પ્રતિનીધીત્વ કરશે. શાળાના આચાર્યશ્રી એન.ડી.અપારનાથી અને જિલ્લાના લાયઝન અધિકારીશ્રી એચ.જી.રાઠોડના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં બાળ કલાકારોની ટીમે તાલુકાકક્ષાએ થી લઈ ને પ્રદેશકક્ષા સુધી કળાના કામળ પાઠર્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી મયુર પારેખે બોયઝ હાઈસ્કુલની બાળ કલાકારોની ટીમને, શાળાના આચાર્ય અને લાયઝન અધિકારીશ્રીને શુભેચ્છા પાઠવી રાજ્યકક્ષાએ પણ વિજેતા થવા માટે સોમનાથ દાદાને પ્રાર્થના કરી હતી.
અત્રે ઉલ્લેનીય છે કે, બાળકોમા છુપાયેલી કળાઓને વિકસાવવા અને કળા ક્ષેત્રેને એક આગવુ પ્લેટફોમ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્રારા કળામહાકુંભ, ખેલમહાકુંભ, રાસગરબા સ્પર્ધા અને મહાનુભાવો પર આધારિત નાટક સ્પર્ધાનું આયોજન કરાય છે. બાળકોમા રહેલી છુપી કળા વિકસાવવા સરકારશ્રી દ્રારા અથાગ પ્રયત્નો કરાય છે. ત્યારે આ ચાલુ વર્ષે મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી થકી બાળકોમા રહેલી કળા વિકસાવવાનો સરકારે સફળ પ્રયાસ કર્યો છે. જેથી રાજ્યભરના અનેક બાળ વિધાર્થીઓને તેમની છુપી કળા વિકસાવવાનો અવસર મળતા સરકારી બોયઝ હાઈસ્કુલ વેરાવળના બાળ કલાકારોમા રહેલી કળા પુરવાર કરી છે. માતાનું ધાવણ સંતાન માટે અમૃત છે જેનાથી દરેકના જીવનમાં સ્વસ્થ જીવનનો પાયો નંખાઇ છે
બાળકોને પુરતું સ્તનપાન કરાવે છે તેવી માતાઓને સ્તન કેન્સરની શક્યતાઓ ઘટે છે
વેરાવળ ખાતે સ્તનપાન સપ્તાહ કાર્યશાળા યોજાઇ
ગીર-સોમનાથ તા. -૦૪, વેરાવળ ખાતે સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ, આશાવર્કર અને આંગણવાડી બહેનોની વિશાળ ઉપસ્થિતિમાં સ્તનપાન સપ્તાહ કાર્યશાળાનો જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન જાલંધરાએ મહિલા બાળ કલ્યાણ સમિતિનાં ચેરમેનશ્રી પુજાબેન બાંભણીયા, સામાજીક ન્યાય સમિતિનાં ચેરમેન કિરણબેન સોસાની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો. જેમાં આરોગ્ય વિભાગનાં નિષ્ણાંત ડોકટરોએ જણાવ્યું હતું કે, માતાનું ધાવણ સંજીવની છે, સંતાન માટે અમૃત છે. જેનાથી દરેકનાં જીવનમાં સ્વસ્થ જીવનનો પાયો નંખાય છે.
સ્તનપાન સમગ્ર વિશ્વમાં સ્ત્રીઓ અને બાળકોનાં સ્વાસ્થ્ય, સુખાકારી અને જીવનની ગુણવત્તામાં સુધારો કરે છે. સ્તનપાન બે બાળકોનાં જન્મ વચ્ચે અંતર રાખવામાં, સ્તન અને અંડાશયનું કેન્સર તેમજ હાયપરટેન્સનનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે. સ્તનપાન ચેપી બિમારોઓ સામે રક્ષણ આપે છે. ઝાડાની તીવ્રતા ઘટાડે છે. શ્વાસોશ્વાસનો ચેપ ઘટાડે છે.
મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર પ્રેરીત આઇ.સી.ડી.એસ. જિલ્લા પંચયત આયોજીત આ કાર્યક્રમમાં પુજાબેન બાંભણીયા, ડો.જીતેન્દ્ર બામરોટીયા અને શ્રી કલ્પેશ ભટ્ટે કહ્યું કે, સ્તનપાન ન કરાવ્યું હોય તેવા બાળકોનો બુધ્ધિ આંક ઓછો હોય છે. તેઓને સારૂ શિક્ષણ મેળવવાની શક્યતાઓ ઓછી થાય છે અને છેલ્લે ગરીબીમાં જીવન વિતાવવું પડે છે. આથી બાળકનાં જન્મના પ્રથમ છ માસ માત્ર માતાનું ધાવણ જ આપવું પાણી પણ નહી. છ માસ બાદ માતાનાં દુધ સાથે ઉપરી ખોરાકની શરૂઆત કરી બાળકને બે વર્ષ સુધી સ્તનપાન ચાલુ રાખવું.
માતા દ્વારા બાળકને સ્તનપાન કરાવવું એ કુદરતી પ્રક્રિયા છે. તેમાં વિક્ષેપ પાડી બહારી દુધ કે અન્ય ખોરાક આપવાથી બાળકમાં બિમારીઓનું ચક્ર ચાલુ થાય છે. જે બાળક અને સમગ્ર કુટુંબને આખી જીંદગી ભોગવવાં માટે નિમિત બને છે. કાર્યશાળામાં સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ તથા બાળ ઉછેર અંગે કાળજી રાખવા સાથે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે અગ્રણીશ્રી ડાયાભાઇ જાલંધરા, શ્રી વિજયભાઇ બાંભણીયા, જિલ્લા મેલેરીયા અધિકારી ડો.નિમાવત, જિલ્લા માહિતી અધિકારી અર્જૂન પરમાર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનાં પ્રારંભે પ્રોગ્રામ ઓફીસરશ્રી પી.કે.રાણાએ કાર્યશાળાનો ઉદેશ જણાવી સૈાનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમનું સંચાલનશ્રી ત્રિવેદીએ હર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવાં સી.ડી.પી.ઓ. બહેનો અને શ્રી પ્રધ્યુમન પરમારે જહેમત ઉઠાવી હતી.ગીર સોમનાથ જિલ્લાના યુવક-યુવતીઓ માટે નર્મદા શ્રમ અને સેવા શિબિરમાં જોડાવાની તક
ગીર સોમનાથ, તા.-૩, રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા આયોજિત “નર્મદા શ્રમ અને સેવા શિબિર” નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯મા કેવડીયા કોલોની જી. નર્મદા ખાતે યોજવામાં આવનાર છે. જેમા ગીર સોમનાથ જિલ્લાના યુવક-યુવતીઓને જોડાવાની તક છે.
વિશ્વની મોટામાં મોટી સિંચાઇ યોજના અને ગુજરાતની જીવા દોરી સમાન નર્મદા યોજમાં વિકાસ કાર્યમાં રાજયના યુવાનો પોતાની શક્તિઓનો સદ ઉપયોગ કરે અને તે રીતે રાજ્યના અને રાષ્ટ્રના વિકાસમાં યુવાનો ફાળો પ્રદાન કરે તેવા શુભ આશયથી આ શ્રમ સેવા શિબિરનું આયોજન કરવાનું વિચારેલ છે, આ શિબિરમાં નર્મદા યોજના તથા પર્યાવરણને લગતું શ્રમ કાર્ય કરવામાં આવશે, તથા નર્મદા યોજના અંગેની વિસ્તૃત માહિતી ચર્ચા, સભા પ્રવચન દ્વારા યુવાનોને નર્મદા શ્રમ શિબિરમા છતીસગઢના યુવાનોને પણ આમંત્રિત કરવામાં આવનાર છે.
જે યુવક યુવતીઓ જેઓ તા. ૩૧/૦૭/૨૦૧૮ના રોજ ૧૫ થી ૩૫ વર્ષની વય ધરાવતા હોય તેવા ગીર સોમનાથ જિલ્લાના ભાગ લેવા માંગતા હોય તેવા યુવક-યુવતીઓએ સાદા કાગળ પર ૧) પૂરું નામ. ૨) જન્મ તારીખ. ૩) શૈક્ષણિક લાયકાત ૪) પર્વતારોહણ, એન.સી.સી., એન.એસ.એસ. વગેરે જેવી પ્રવૃતિઓમાં ભાગ લીધેલ હોય તો તેની વિગત. ૫) પર્યાવરણ વિષેની સૂઝ. ૬) વાલીનું સંમતિ પત્ર. ૭) ડોકટરી પ્રમાણપત્ર. ૮) તાજેતરનો પાસપોર્ટ સાઇઝના ફોટા વાળી અરજી તા. ૨૩/૦૮/૨૦૧૮ સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, રૂમ નં-૨૧૭ બીજા માળે, રાજપીપળા, જી. નર્મદા ને મોકલી આપવા જિલ્લા રમતગમત અધિકારીશ્રી ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.
ગીરગઢડા બી.એ.પી.એસ. સંસ્થા દ્રારા અસરગ્રસ્ત ગામોમાં અવિરત સેવાની જ્યોત
ઉના અને ગીરગઢડા તાલુકાના ગામોમાં ૧૧૦૦ કુટુંબોને ૧૬ હજાર ફુડ પેકેટનું વિતરણ
ગોઠણબુડ પાણીમાં પણ સેવકોએ અસરગ્રસ્તોની મદદે
આરોગ્યની સવલત સાથે અસરગ્રસ્ત ગામોમાં કરાતી અવિરત સેવા
ગીર-સોમનાથ તા. -૨૧, સામાજીક સંસ્થાઓ માનવ ધર્મ અપનાવી મુશ્કેલીના ખરા સમયે જરૂરીયાતમંદ લોકોની મદદે આવી પુન્યનું ભાથુ બાંધે છે. ગીર-સોમનાથ જિલ્લામાં અતિભારે વરસાદ વરસતા મોટા ભાગનાં ગામોમાં તેની માઠી અસર પડી છે. અસરગ્રસ્ત ગામોમાં ગોઠણબુડ જેટલા પાણી ભરાઇ જતા મકાનોમાં પાણી ભરાયા હતા.. ત્યારે જ ખરા સમયે ગીરગઢડા બીએપીએસ સંસ્થા લોકોની મદદે આવી ફુડપેકેટ, અનાજકીટ અને આરોગ્યની પ્રાથમિક સવલત પુરી પાડવામાં આવી રહી છે. પાંડેરી અને માણેકપુર ગામે લોકોને મોટી સંખ્યામાં ફુડપેકેટ વિતરણ કરી માનવ ધર્મ અપનાવ્યો હતો.
ગીર-સોમનાથ જિલ્લામાં છેલ્લા ૧૦ દિવસથી ભારે વરસાદ વરસતા ગીરગઢડા અને ઉના તાલુકાનાં મોટાભાગનાં ગામોમાં પુષ્કળ પ્રમાણમાં પાણીનો ભરાવો થયો હતો અને લોકોને સ્થળાંતર કરવાની સાથે ઘરવખરી પાણીમાં પલળી ગઇ હતી. અસરગ્રસ્તોને ખાધ વસ્તુ વગર પાણીમાં સમય કાઢવાનાં ખરા સમયે સમાજીક સંસ્થાઓએ ફુડપેકટ વિતરણ કર્યા હતા. બીએપીએસ સંસ્થા દ્વારા ઉના તાલુકાનાં લેરકા, સીલોજ, ખત્રીવાડા ગીરગઢડા તાલુકાનાં કણેરી, પાંડેરી, એભલવડ, આલીદર અને હરમડીયા સહિતનાં પાણી ભરેલા અસરગ્રસ્ત ગામોમાં સોમવારથી અત્યાર સુધી ૧૧૦૦ કુટુંબોને ૧૬૦૦૦ થી વધુ ફુડપેકેટનું વિતરણ કરાયું હતું. પાંડેરી અને માણેકપુર ગામમાં સ્વામી અખંડ મંગલદાસ, સરલ મુરતીદાસ અને સ્વયંસેવકોની ટીમે ફુડપેકેટનું વિતરણ કર્યું હતું. ફુડ પેકેટમાં સુખડી, ચેવડો અને બિસ્કીટ તેમજ પાણી સહિતની સવલત આપવામાં આવી હતી.
બીએપીએસ સંસ્થા દ્વારા એક ટન સુખડી, ૫૦૦ કીલો શીરો, ૫૦૦ કીલો લાડુ તેમજ ચેવડો, બિસ્કીટ અને જરૂરીયાતમંદ અસરગ્રસ્ત ગામોમાં અનાજની કિટનું પણ વિતરણ કરાયું હતું. સાથોસાથ પ્રાથમિક સારવાર પણ આપવામાં આવી હતી. બીએપીએસ સંસ્થાનાં ૬૦ સ્વયંસેવકો, ૪૦ મહિલા સ્વયંસેવકો અને અન્ય ૫૦ સેવકો સહિત કુલ ૧૫૦ જેટલા સ્વયંસેવકોની મદદથી સેવાકાર્ય કરવામાં આવી રહ્યા છે. ત્રણ બોલેરો કાર અને એક ટ્રેકટરની મદદથી ઉંડા પાણીમાં પણ આ સંસ્થા દ્વાર ફુડપેકેટનું વિતરણ કરાયું હતું.ગીર સોમનાથ જિલ્લામાં મકાન-ધરવખરી-કેશડોલ્સ માટે પ૭ ટી કાર્યરત થઇ
કૃષિ માટે ૩૪ ટીમ કાર્યરત થશે.

ગીરસોમનાથ જિલ્લાનું થાડે પડતુ જન જીવન
સતત બે દિવસની વરાપથી અસરગ્રસ્તો સાથે તંત્રએ લીધો રાહતનો શ્વાસ

ગીર-સોમનાથ તા. -૨૦, સતત ૧૦ દિવસ સુધી ભારે વરસાદ બાદ છેલ્લા બે દિવસથી મેઘરાજાએ વિરામ લેતા વરાપ નિકળવાથી અસરગ્રસ્તો સાથે તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. બચાવ રાહતની કામગીરી નીપટાવી તંત્ર હવે જેમને નુકશાન થયું છે, તેમનો સર્વ માટે ટીમો કાર્યરત કરાઇ છે.
ગીર સોમનાથ જિલ્લાના સૈથી વધુ અસરગ્રસ્ત ઉના, ગીરગઢડા, કોડીનાર અને સુત્રાપાડા તાલુકામાં તંત્ર દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી અશોક શર્માના જણાવ્યાનુસાર છ તાલુકાને આવરી લઇ કુલ ૯૧ ટીમની રચના કરવામાં આવી છે. જેમાંથી મકાન-ઘરવખરી અને કેશડોલ્સ માટે ૫૭ ટીમ હાલ જિલ્લાના ગામડાઓ ખુંદી રહી છે. સર્વે કામગીરી સંભાળી લીધીછે. જયારે કૃષિ વિષયક બાબતો માટે ૩૪ ટીમ હવે કાર્યરત થશે.
મકાનના નુકશાન માટે એન્જીનીયર સાથે૧૦ ટીમ છે. ફીલ્ડ સર્વે માટે ૩૪ ટીમ છે. પશુપાલન માટે ૬ ટીમ છે. સાથે સાથે આ ટીમોની કામગીરીને સપોર્ટ કરવા એકાઉન્ટસ તથા વહિવટી વિભાગના કર્મચારીઓને ફોલોઅપ વર્ક તથા લોકોને સત્વરે સહાય ચૂકવવાની કામયરી થઇ શકે તે માટે ડેપ્યુટ કરવામાં આવ્યા હોવાનું નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઇલાબેન ગોહિલે જણાાવ્યું હતું.
જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશના માર્ગદર્શન તથા ઉના પ્રાંત અધિકારીશ્રી મહેશ પ્રજાપતિ, વેરાવળ પ્રંત અધિકારીશ્રી પ્રદિપસિંહ રાઠોડ સાથે સમગ્ર જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ અસરગ્રસ્ત માટે પુરી નિષ્ઠાથી ફરજ બજાવવા સાથે અસરગ્રસ્તોને સહયોગી થઇ રહ્યા છે.
ઉપરાંત જિલ્લાના છ તાલુકા માટે સહાય ચૂકવણી તથા સમગ્ર લાઇઝન માટે છ કલાસ-૧ અધિકારીઓને ડેપ્યુટ કરાયા છે. જેમાં કોડીનાર માટે જિલ્લા પુરવઠા અધિકારી શીતલબેન પટેલ, ગીરગઢડા નાયબ કલેકટર ભાવનાબેન ઝાલા, વેરાવળ માટે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી ચાવડા, સુત્રાપાડા માટે જિલ્લા શિક્ષણ અધિકારી મયુર પારેખ અને તાલાળા માટે જિલ્લા પ્રાયોજના અધિકારી જવાબદારી સંભાળશે.મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ
ગીર સોમનાથ અને જૂનાગઢ સહિતના અતિવૃષ્ટીગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યુ
——–
રાહત બચાવ કામગીરીને પ્રાથમિકતા યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરવા અધિકારીઓને આદેશ
——-
NDRF સાથે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાને રાહત બચાવમાં મદદરૂપ થવા એક એક SRP ની રેસ્કયુ ટીમ મળશે
—-
રાહત બચાવમાં જરૂર પડયે કોસ્ટગાર્ડ અને એરફોર્સની મદદ લેવાશે
——— મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

ગીરગઢડા-ઉના તાલુકાના ૧૦ ગામડાના રસ્તા બંધ સમારકામ કાર્યરત
NDRF ની બે ટીમ કાર્યરત વધુ બે ટીમ આવશે
૧૦ ગામના વિજ પૂરવઠો બંધ
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જિલ્લા સેવા સદન ઇણાજ ખાતે અધિકારીઓ સાથે રાહત બચાવ કામગીરીની સમીક્ષા બેઠક યોજી
——-
ગીર સોમનાથ, તા. -૧૭, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજે ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લા સહિત ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરિક્ષણ કરી જિલ્લા સેવાસદન, વેરાવળ ખાતે રાહત-બચાવ કામગીરી અંગે રીવ્યુ બેઠક યોજી અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ એરફોર્સનાં હેલીકોપ્ટર દ્વારા હવાઇ નિરીક્ષણ કર્યું હતું. હેલીકોપ્ટરનું સોમનાથ ખાતે ઉતરાણ ન થતા મુખ્યમંત્રીશ્રી મુખ્ય સચિવ અને પ્રિન્સીપલ સેક્રેટરી સાથે જેતપુર ખાતે ઉતરાણ કરી મોટર માર્ગે સોમનાથ આવી પહોંચ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં સૈા-પ્રથમ રાહત-બચાવ કામગીરીને પ્રાથમિકતા આપી યુધ્ધનાં ધોરણે હાથ ધરવા સાથે જાનહાની અને પશુ મૃત્યુ ના થાય તે અંગે પુરતી તકેદારી લેવા જણાવ્યું હતું.
ગીર-સોમનાથ જિલ્લામાં એન.ડી.આર.એફ. ની બે ટીમ કાર્યરત છે. વધુ બે ટીમ કાર્યરત થશે. તેમજ જૂનાગઢ અને ગીર-સોમનાથને એસ.આર.પી. ની એક-એક રેસ્કયુ ટીમ ફાળવાશે.
મુખ્યમંત્રીશ્રી રાહત-બચાવ કામગીરીમાં જિલ્લા વહિવટીતંત્રને સહાયરૂપ થવા જરૂર જણાયે કોસ્ટગાર્ડ અને એરફોર્સની મદદ લેવા જણાવી રાજ્ય સરકાર લોકોને તમામ રીતે મદદરૂપ થવા પ્રતિબધ્ધ છે, તેમ જણાવ્યું છે.
વડાપ્રધાન કાર્યલય પણ ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોની પળે-પળની જાણકારી મેળવવા સાથે લોકોને ઉપયોગી થવા કોઇ કચાશ ના રહે તેની કાળજી રાખે છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, બુધવારની કેબીનેટ મીટીંગ તથા તા. ૨૦મી નાં રોજ વડાપ્રધાનશ્રીનો કાર્યક્રમ રદ કરેલ છે. ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ સાથે મંત્રીશ્રીઓને જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તારોનું સતત મોનીટરીંગ કરવા સુચનાઓ આપવામાં આવી હતી.
અધિકારીઓ-કર્મચારીઓને રજા રદ કરવા સાથે જિલ્લા પ્રભારી સચિવશ્રી સંજય નંદન, વરીષ્ઠ સનદી અધિકારી સુનયના તોમરને ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની રાહત-બચાવ કામગીરીમાં સહયોગી બનશે અને જિલ્લાનાં વિસ્તારોની મૂલાકાત લઇ અધિકારીઓને માર્ગદર્શન આપશે.
મુખ્યમંત્રીશ્રી જિલ્લાનાં ઉચ્ચ અધિકારીઓને વધુ અસરગ્રસ્ત ગામોની તાત્કાલીક મૂલાકાત લેવા સાથે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને કોઇપણ પ્રકારની હાલાકી ના રહે તેની તકેદારી લેવા સ્પષ્ટ સુચનાઓ આપી હતી.
ગીર-સોમનાથ જિલ્લામાં સાગરખેડૂઓ દરિયા અને પાણીથી ટેવાયેલા હોય ત્યારે આ માચ્છીમાર ભાઇઓનો જિલ્લાતંત્રને સહયોગ લેવા મુખ્યમંત્રીશ્રીએ જણાવી ટીમવર્ક સાથે કાર્યરત રહેવા માર્ગદર્શન આપ્યું હતું.
અસરગ્રસ્ત વિસ્તારોમાં તમામ જરૂરી આરોગ્ય સેવાઓ અને પીવાના પાણીનો પૂરવઠો અવિરત મળતો રહે તેમજ પાણીજન્ય કે કોઇપણ પ્રકારનો રોગચાળો ન ફેલાય તે માટે મુખ્યમંત્રીશ્રીએ અધિકારીઓને જરૂરી તમામ પગલાઓ લેવા જણાવ્યું હતું.
રાહતબચાવ કામગીરી પૂર્ણ થયા બાદ અને વરસાદી પાણી ઓસરી ગયા બાદ લોકોને થયેલ તમામ પ્રકારની નુકશાની અંગે અધિકારીઓની ટીમો કાર્યરત કરી સર્વે હાથ ધરી જરૂરી તમામ સહાય કરવામાં આવશે. તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેરી જણાવ્યું કે, આ તમામ કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય તેની ખાસ તકેદારી લેવા સ્પષ્ટ પણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી સાથે હવાઇ નિરિક્ષણમાં મુખ્ય સચિવશ્રી ડો.જે.એન.સિંઘ, મુખ્યમંત્રીશ્રીનાં અગ્ર સચિવશ્રી કે.કૈલાસનાથ પણ હવાઇ નિરિક્ષણ કરી સેવાસદન ઇણાજ ખાતે રીવ્યું બેઠકમાં જિલ્લાનાં અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીને ગીર સોમનાથ જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશે બેઠકમાં રાહત બચાવ કામગીરીની વિગતો આપતા જણાવ્યુ હતુ કે, જિલ્લામા ભારે વરસાદથી પ્રભાવિત ઉના ગીરગઢડા વિસ્તારમાં છેલ્લા બે દિવસમાં ૪૦ ઇંચ જેટલો વરસાદ પડતા જિલ્લા વહિવટીતંત્રએ અસરકારક પગલા લઇ રાહત બચાવની કામગીરી કરી હતી. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા સાથે રસ્તાઓને વ્યાપક નુકશાન થયુ છે. ઉના-ગીરગઢડાનાં ફરેડા, ખીલાવડ, કણકીયા, કણેરી, ઝાંઝરીયા,પાંડેરી સહિતના ૧૦ ગામમાં રસ્તા બંધ છે. પાણી ઓસરે તેમ તાત્કાલીક ધોરણે સમારકામ કાર્યરત કરવામાં આવી રહયુ છે.
જિલ્લામાં હાલ NDRF ની ૨ ટીમ ઉના-ગીર ગઢડા વિસ્તારમાં કાર્યરત છે અને વધુ બે ટીમ આવી પહોંચશે. NDRF ના તાલીમબધ્ધ જવાનો ધ્વારા અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવા તથા રેસ્કયુની અસરકારક કામગીરી કરવામાં આવી હતી.બન્ને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી એક હજારથી લોકોનું હંગામી સ્થળાંતર કરવામાં આવ્યુ હતુ. જે પાણી ઓસરતા તેમના ઘરે પરત ફર્યા હતા. જિલ્લાના હાલ ૧૦ ગામોમાં વિજ પુરવઠો બંધ છે, પાણી ઓસરતા વિજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવશે.બે દિવસમાં ભારે વરસાદમાં પાણી ભરાતા કુલ ૨૨૫ લોકોને NDRF ની ટીમ ધ્વારા રેસ્કયુ કરી સલામત સ્થળે ખસેડાયા હતા.
ઉના તાલુકાના ખજુદ્રામાં તા.૧૧ જૂલાઇના રોજ એક માનવમૃત્યુ થતા તેમના પરિવારને તાત્કાલીક રૂ. ૪ લાખની સહાય જિલ્લા વહિવટીતંત્ર ધ્વારા ચૂકવવામાં આવી હતી. ઉપરાંત બસમાં ૮૦ લોકો તથા હરમડીયા પાસે ટ્રેન ભારે વરસાદમાં રોકાઇ જતા ૨૫૨ લોકોને સલામત બહાર કઢાયા હતા. ભારે વરસાદમાં નાના મોટા ૪૦ પશુ તણાયા છે. હાલ વરસાદનું જોર ઘટતા રાહત બચાવની કામગીરી ઝડપભેર કાર્યરત છે. તેમ કલેકટરશ્રી અજયપ્રકાશે વધુમાં જણાવ્યુ હતુ.
મુખ્યમંત્રીશ્રીએ સાથે યોજાએલ બેઠકમાં જૂનાગઢ કલેકટરશ્રી સૌરભ પારધીએ જૂનાગઢ જિલ્લામાં કાર્યરત રાહત બચાવ કામગીરીની વિગતો આપી હતી.
ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોના હવાઇ નિરિક્ષણ બાદ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ભારતવર્ષના આસ્થાકેન્દ્ર ભગવાન સોમનાથ મંદિરે પુજા-દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીશ્રી સાથે મુખ્ય સચિવ ડો. જે.એન. સીંઘ,મુખ્યમંત્રીશ્રીના અગ્ર મુખ્ય સચિવશ્રી કે. કૈલાસનાથન, પ્રભારી સચિવશ્રી સંજયનંદન, સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા, બીજ નિગમના ચેરમેનશ્રી રાજસીભાઇ જોટવા, પૂર્વ મંત્રીશ્રી જશાભાઇ બારડ, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચૈાધરી, ગીર-સોમનાથ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અશોક શર્મા, જૂનાગઢ પોલીસ અધિક્ષકશ્રી નીલેશ જાજડીયા, ગીર-સોમનાથ પોલીસ અધિક્ષકશ્રી હિતેશ જોઇસર, પણ ભગવાન સોમનાથ દાદાના દશર્ન-પુજન કર્યા હતા. સોમનાથ મંદીર ખાતે સોમનાથ ટ્રસ્ટનાં જનરલ મેનેજરશ્રી વિજયસિહ ચાવડાએ મુખ્યમંત્રીશ્રીનું મોમેન્ટો આપી સ્વાગત કર્યું હતું.ગીર-સોમનાથ રાજ્યનાં મુખ્ય સચિવ ડો.જે.એન.સિંહ તા. ૨૬ નાં રોજ ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લાનાં પ્રવાસે આવનાર છે. તેઓશ્રી તા. ૨૬ નાં રોજ સવારે ૦૯:૦૦ કલાકથી ગીર-સોમનાથ જિલ્લામાં કાર્યરત સુજલામ સુફલામ યોજનાનાં કામોની મુલાકાત લેશે. મુખ્ય સચિવશ્રી સોમનાથ ખાતે કોઝ-વે ડીસીલ્ટીંગ સાઇટ, હિરણ નદી ડીસીલ્ટીંગ સાઇટ, દેવકા તેમજ સુત્રાપાડા તાલુકાનાં છગીયા અને રંગપુર ગામે મનરેગા યોજના અંતર્ગત તળાવ ઉંડુ ઉતારવાની કાર્યરત કામગીરીની મુલાકાત લેશે. તેમની સાથે જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અશોક શર્મા સહિત જિલ્લા વહિવટીતંત્રના અધિકારીઓ સહભાગી થશે. ગીર સોમનાથ જિલ્લામાં એપ્રેન્ટીસ બેરોજગાર યુવાનો લેવા ઈચ્છુક સંસ્થાઓ જોગ ગીર સોમનાથ મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અંતર્ગત એપ્રેન્ટીસ તરીકે જોડાવા ઈચ્છુક ઉમેદવારોને તથા પોતાના ઔધોગિક એકમો/ સર્વિર્સ સેકટર એકમો ખાતે એપ્રેન્ટીસ લેવા ઈચ્છુક સંસ્થાઓએ રાજ્ય સરકારના પોર્ટલ http//:matsgujarat.org લીંક પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.આ અંગે વધુ વિગત માટે જિલ્લા રોજગાર કચેરી, સાંઇબાબા મંદિર પાછળ વેરાવળ ખાતે તથા નજીકની આઈ.ટી.આઈ.નો સંપર્ક કરવા જિલ્લા રોજગાર કચેરી ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે. ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં મોટર વાહનની આર.સી.બુક એ.આર.ટી.ઓ.વેરાવળ ખાતે પરત આવેલ છે. આ મોટર વાહનના માલિકોને એ.આર.ટી.ઓ. કચેરી વેરાવળ ખાતે તા.૨૬-૫-૨૦૧૮ ના રોજ સવારે ૧૦.૩૦ થી ૫ કલાક દરમ્યાન તેમની આર.સી.બુક મેળવી લેવી. આર.સી.રીર્ટન કેમ્પમાં પોતાના ઓળખપત્ર સાથે રૂબરૂ આવી સ્માર્ટ આર.સી.કાર્ડ મેળવી લેવા એ.આર.ટી.ઓ.વેરાવળની યાદીમાં જણાવાયું છે. ગીર સોમનાથ સુજલામ-સુફલામ યોજના વન વિસ્તારમાં પણ અમલમાં મુકી ગીરગઢડા તાલુકાની બાબરીયા રેન્જના ૧૧૭૪૭ હેક્ટર વિસ્તારને આવરી લઇ જંગલ વિસ્તારમાં ૧૩ ચેક ડેમ ઉંડા ઉતારવાના છે , જે પૈકી ૫ કામ પૂર્ણ થયા છે ૩ કામ ચાલુ છે અને પ ચેકડેમ ઉંડા ઉતારવા સત્વરે કામ હાથ ધરાશે. આ કામગીરી પૂર્ણ થતા કોડીનાર થી ઉના વચ્ચેના ૫૮ થી ૬૨ ગામોમાં લાભ થશે. વન વિસ્તાર ની સાથોસાથ ખેડૂતોની ખેતી લાયક જમીનમાં પણ કુવાના તળ ઉંચા આવશે.બાબરીયા રેન્જના આર.એફ.ઓ. ડો.રાજન જાદવે જળસંગ્રહની આ યોજનાને આવકારી જણાવ્યું હતું કે, આ યોજના અન્વયે ધુવડવાળી પાટ સાંગાવાડી નદી, બુઢડા-૨ અને ભગતકુંડી સોસરીયા આ ત્રણેય ચેક ડેમ ઉંડા ઉતારવા માટે જે.સી.બી. અને ટ્રેકટરની મદદથી માટી બહાર કાઢવામાં આવી રહી છે. આ માટીનો જંગલ વિસ્તારમાં જ નિકાલ કરવામાં આવે છે. જેથી જંગલની ફળદ્રુપતામા વધારો થવાની સાથે વૃક્ષોના ઉછેર અને રક્ષણમાં આવનારા સમયમાં મદદરૂપ થશે.આ ચેક ડેમ ઉંડા ઉતારવાથી વરસાદી પાણીનો સંગ્રહ થતા વન્ય જીવશ્રૃષ્ટીને તેનો લાભ મળશે. પશુ-પક્ષીને પીવા માટેનું પાણી સરળતાથી મળી રહેશે. બાબરીયા રેન્જમાં ૧૩ ચેક ડેમ ઉંડા ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે પૈકી બણબણીયા માંથી ૨૪૯ ઘન મીટર, વેજીગાળા-૧ માંથી ૨૬૪ ઘન મીટર, વેજીગાળા-૨ માંથી ૩૫૫ ઘન મીટર, બુઢડા-૧ માંથી ૧૯૮ ઘન મીટર અને ખોખરા સોસરીયા ચેક ડેમ માંથી ૪૧૩ ઘન મીટર માટી બહાર કાઢી આ પાંચેય ચેક ડેમની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.ઉપરાંત સાતનેરા-૧, સાતનેરા-૨, જાખીયા નેસ, છેલ્લાનો ચેક ડેમ સહિત ૫ ચેક ડેમ ઉંડા ઉતારવાની કામગીરી સત્વરે હાથ ધરાશે.. પાણીના વહેણ, પાણીની દિશા, માટીનો વ્યાપ, જંગલને નુકશાન ન થાય અને માનવ વસાહતને ધ્યાનમા રાખીને ચેક ડેમની પસંદગી કરવામાં આવી છે. સરકારે આજે જંગલ વિસ્તારની પણ ચિંતા કરી ભગીરથ કાર્ય હાથ ધર્યું છે. ગીર-સોમનાથ વિશ્વ પ્રસિધ્ધ ગીરનાં જંગલ વિસ્તારમાં સૈા-પ્રથમવાર વન વિભાગ દ્વારા સુજલામ સુફલામ યોજના હેઠળ ૩૪ ચેકડેમનાં ડિસિલ્ટીંગની કામગીરી હાથ ધરાઇ છે. વન્ય પ્રાણીઓ માટે પાણીની સમસ્યા નિવારવા સાથે ભુગર્ભ જળ રીચાર્જ કરવા વન્યપ્રાણી વિભાગ ઉપરાંત ગીર પશ્ચીમ અને ગીર પૂર્વ વન વિભાગ દ્વારા ગીર-સોમનાથ જિલ્લાનાં વન વિસ્તારમાં આ કામગીરી હાલ કાર્યરત છે.મહેસુલ મંત્રીશ્રી કૈાશીકભાઇ પટેલે આજે તાલાળાનાં લુશાળા ગામ પાસે મધ્યગીરમાં રૂછડાવાળુ છેલુ નામથી ઓળખાતા ચેકડેમની મુલાકાત લઇ અહિં વન વિભાગની ચેકડેમ ડીસલ્ટીંગની કામગીરીનું સ્થળ નિરિક્ષણ કર્યું હતું. અહિં રૂછડાવાળું છેલુ, ભભુકીયા છેલા ઉપરાંત અરીઠીયા છેલા એમ શ્રેણીબધ્ધ ચેકડેમોનું વન વિભાગ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હોવાનું નાયબ વન સંરક્ષકશ્રી રામ રતન નાલાએ જણાવ્યું હતું.કુદરતી વન સંપદા વન્યપ્રાણીઓની અને જૈવિક વિવિધતાસભર સમૃધ્ધ ગીરનાં જંગલમાં વન વિભાગ દ્વારા ૩૪ પૈકી ૧૧ ચેકડેમ ડીસિલ્ટીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ૧૫ કામ ચાલુ છે અને ૮ કામ સત્વરે કાર્યરત કરી તા. ૩૧ મે સુધીમાં પૂર્ણ કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૦૦૧-૦૨ થી અત્યાર સુધીમાં આ ચેકડેમનું જંગલમાં નિર્માણ કરાયું હતું. ત્યારબાદ પ્રથમ વખત સુજલામ સુફલામ યોજના હેઠળ અડધો-અડધ માટી-કાંપથી ભરાયેલા ચેકડેમમાં ડીસિલ્ટીંગ કામગીરી હાથ ધરાઇ છે. ૩૪ ચેકડેમનાં ડીસિલ્ટીંગથી ૧૫૩૦૦ ઘનમીટર જેટલો રેતી-માટી-કાંપ દુર કરાશે અને અંદાજીત દોઢ કરોડ લીટરથી વધુ પાણીનો સંગ્રહ વધશે. તેમ વનવિભાગનાં સત્તાવાળાઓએ જણાવ્યું હતું.